વાથરતા એટલે મુખ્યત્વે વાંસના થડમાં નીકળતી એક પ્રકારની જંગલી કુદરતી મશરૂમ જે દેખાવે થોડી ઓઇસ્ટર મશરૂમ જેવી દેખાય છે. અત્યારે ચોમાસું પૂર્ણ થવાને આરે છે અને જંગલમાં આ વાથરતા ખૂબજ મળી રહ્યા છે.
સ્થાનિક આદિવાસી સમુદાયની મહિલાઓ જંગલમાં જઈને આ વાથરતા લઈ આવે છે અને મુખ્ય રોડની આસપાસ કે બજારોમાં વેચવા માટે આવે છે. વાંસદાના બજારમાં આ વાથરતા વેચાતા મળી રહ્યા છે તેમજ ડાંગ જિલ્લાના મુખ્ય રસ્તાઓ પર પણ આ વાથરતા હાલમાં વેચાઈ રહ્યા છે. ડાંગ તરફ વાથરતા તરીકે ઓળખવામાં આવે છે તમારા તરફ શું કહેવામાં આવે તે કોમેન્ટમાં જણાવજો.
વાથરતાનું શાક ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. વાથરતાને તડકામાં બરાબર સુકવીને સંગ્રહ કરી શકાય છે. આ પ્રકારના ઘણા જંગલી મશરૂમ આવે છે પણ બધાજ ખાવાલાયક હોતા નથી. કેટલાક ઝેરી પણ હોય છે. આદિવાસી સમુદાયને મશરૂમ અને જંગલમાંથી મળતી ખાવાલાયક ભાજીઓ જ્ઞાન પરંપરાગત રીતે પેઢી દર પેઢી મળતું હોય છે.
અમે વાંસદાના બજારમાં ગયા હતા ત્યારે ૫૦ રૂપિયાનો એક વાથરતાનો ઢગલો લઈ આવ્યા હતા અને એનું શાક બનાવીને ખાધું હતું. શું તમને અને પણ એનું શાક ખાધું છે? કૉમેન્ટમાં જરૂરથી જણાવશો.

#wildmashroom #edibelmashroom #wildfood #wildfoodforaging

About The Author

error: Content is protected !!