forgotted millets
તો ચાલો જાણીએ કંઈક જૂનું પણ નવું….
આપણાં વિસ્તારમાં જેઓ ખેતી સાથે જોડાયેલા હશે તેમણે આ ધાન્ય જોયું જ હશે. પહેલી નજરે જોતા કેટલાક લોકો કહી દેશે કે આ તો નિંદામણ છે, હા આ આજના સમય માટે નિંદામણ જ છે, પણ એક સમયે આ ધાન્ય ખાવામાં ઉપયોગ કરવામાં આવતું અને આજે તો નિંદામણ તરીકે ઓળખાય છે, કારણ કે આજે ભાત-ડાંગર જેવા પાકો સાથે આ ધાન્ય ઊગી નીકળે છે અને પછી એને નીંદી કાઢવામાં આવે છે.


આજે ભલે આ ધાન્ય મોટાભાગના વિસ્તારોમાં ખાવામાં ઉપયોગ નહીં કરાતું હોય પણ અંતરિયાળ વિસ્તારોમાં આજેય આને લોકો ખાવા માટે ઉપયોગમાં લે છે. આ ધાન્ય સારા એવા પોષક તત્વો પૂરા પાડે છે.
આ ધાન્ય પક્ષીઓ માટેનું પ્રિય છે, તમે ખેતરોમાં જોશો તો આ ધાન્ય ખાવા માટે વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ ખેતરોમાં આવેલા હોય છે.
આપણે ચોક્કસ કહી શકીએ કે પ્રકૃતિમાં એવું ઘણું બધું છે જે ખાવાલાયક છે, પણ આપણે એને જાણતા નથી અથવા હાઇબ્રિડના જમાનામાં ભૂલી ગયા છે.
હવે, આપણે હાઇબ્રિડ છોડી પાછું દેશી તરફ વળવાની જરૂર છે, કારણકે કેન્સર જેવા રોગો આજે સામાન્ય થઈ ગયા છે જેનો ઈલાજ એકજ છે કે પ્રકૃતિના મૂળ તરફ પાછા વળો.
