મિત્રો તોરણિયા ડુંગર ઉપર તમે ગયા છો કે નહીં? નવસારી જિલ્લાના વાંસદા નજીક આવેલો તોરણિયો ડુંગર એટલે મસ્ત મઝાનું નાનકડું એડવેન્ચર.

  • સૌથી પહેલા એક વાત નક્કી કરી લો કે તમે આવી જગ્યાએ ફરવા જાવ તો ક્યાંય પ્લાસ્ટિક કચરો ફેંકવો નહીં.
  • આ ડુંગર પર નજીકના ગામના આદિવાસીઓનું ડુંગરદેવ અને માવલીનું થાનક આવેલુ છે.
  • ડુંગર ઉપરથી વાંસદા શહેર, ઝૂઝ ડેમ તેમજ અંબિકા નદી દેખાય છે.
  • ચોમાસું આવતાજ આ ડુંગર લીલોછમ થઈ જાય છે.
  • જે ગુફા છે ત્યાં માવલીનું થાનક છે પણ ત્યાં જવું રિસ્કી છે એટલે આવી જગ્યા પર જવાનો આપને અનુભવ ના હોય તો જવું નહીં,.
  • તમે ડુંગરના મેદાન વિસ્તાર અને વ્યુ પોઈન્ટ્સ ઉપર પ્રકૃતિની મઝા માણી શકો છો.
  • ડુંગર ઉપર રહેવાની સુવિધા છે એટલે કે એક ઘર છે ત્યાં તમે સામાન લઈ જઈ રહી શકો છો.
  • તમે વાંસદા થી વઘઈ તરફ જાઓ તો એક નદી આવશે ત્યાંથી થોડે આગળ ડાબી બાજુ ગોધાબારી / સરા / તોરણિયા ડુંગર નું બોર્ડ આવે એટલે વળી જવું, પછી તો તમારે જંગલ વિસ્તાર થાય એટલે ખબર પડી જશે અને સામેજ ડુંગર પણ દેખાશે, નીચે પાર્કિંગ માં ગાડી પાર્ક કરી ઉપરની તરફ પ્રયાણ શરૂ કરી દેવું. વરસાદ પડ્યો હોય તો રસ્તો ચીકણો હોઇ શકે છે, ક્યાંક પગથિયાં પણ હશે, ૪૦-૪૫ મિનીટમાં તમે ઉપર ચઢી જશો, જેમજેમ ઉપર જશો તેમ તેમ મસ્ત મજાનો નજારો જોવા મળશે અને ઠંડો ઠંડો પવન પણ આવતો જશે.

જો તમે નવા નવા અહીં આવ્યા હોવ તો ગુફા સુધી જશો નહીં તેમજ અંદરના જંગલમાં નહીં જવું જ હિતાવહ છે, તો મિત્રો આજે બસ આટલું જ બીજી પોસ્ટમાં ડુંગર ના કંઇક અલગજ વિડિયો પોસ્ટ કરીશું.

Do You Like our Above all information ? Post your reply.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!