શિયાળાની શરૂઆત થતાંની સાથે જ કલાર ખુબજ માત્રા માં ખેતરોમાં કે ખેતરના હેળા પર ઊગી નીકળે છે, કલારનો ઉપયોગ ખાસ કરીને ઉબાડીયું બનાવવામાં થાય છે. કલાર વગર ઉબાડિયું ક્યારેય સ્વાદિષ્ટ નહીં બને.
ઉબાડીયું એ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયની પારંપારિક વાનગી છે. જે પહેલાના સમયમાં આદિવાસી સમુદાયમાં દર સીઝને બનાવીને ખાવામાં આવતું પણ હવે એનો ટેસ્ટ ભારતભરમાં પ્રચલિત થયો છે, વલસાડ નજીક હાઇવે ઉપર સૌથી વધુ ઉબાડીયુંનું વેચાણ થાય છે અહીં થી જ એ ભારતભરમાં પ્રચલિત થયું છે.
કલારનો ઉપયોગ આદિવાસી સમુદાયમાં ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે, જ્યારે શરીર પર નાનો ઘા થાય કે કપાઈ જવાથી લોહી નીકળે ત્યારે કલારના પાનનો રસ લગાવાથી લોહી તાત્કાલિક બંધ થઈ જાય છે.
