chokha na rotla
ચોખાના આછા રોટલા મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ધોડીઆ, કુકણા, વસાવા , ગામીત, ચૌધરી તેમજ અન્ય ઘણા આદિવાસી સમાજમાં બનાવવામાં આવે છે. તે પૈકી ધોડીઆ આદિવાસી સમાજની વાત કરીએ તો તેઓ મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતમાં આદિકાળથી રહે છે. ગુજરાતમાં ઉમરગામ,વલસાડ, ધરમપુર, કપરાડા, વલસાડ, નવસારી , મહુવા, સુરત, ચીખલી, વાંસદા, ઉનાઈ, વ્યારા વગેરે વિસ્તારોમાં ધોડીઆ આદિવાસી સમાજ આદિકાળથી રહેતો આવ્યો છે.
રેસીપી :
ચોખા નો અથવા ચોખા અને થોડી જુવાર ઉમેરીને દળેલો લોટ લેવો( લોટ મીડિયમ રાખવો, બહુ ઝીણો જે જાડો લોટ રાખવો નહીં) લોટને ચાળી કાઢવો. ત્યારબાદ એક વાટકા માં લોટ લઈને ધીમે ધીમે પાણી રેડીને લોટને બરાબર કુસળતા રહીને લોટ બાંધવો, ધ્યાન રાખવું કે પાણી થોડું થોડું જ ઉમેરવું, લોટ બરાબર બંધાય તોજ રોટલા બનશે નહિતર નહીં બને. ત્યાર બાદ વિડીયો માં બતાવ્યા વાટકામાં મુજબ લોટ ને સાઈટ પર કરી દઈ રોટલા મુજબ થોડો થોડો લોટ લઈ એને આછો કરવો , વધુ પડતું પાણી નાંખવુ નહીં, યોગ્ય ચીકાશ રહેવી જોઈએ, જે વિડીયો માં જોઈ લેવું. ( એકી વખતે બધો લોટ આછો કરી નાખે તો પણ ચાલે) ત્યારબાદ ચૂલા પર મુકેલ તવો ગરમ થવા દેવો , તવો ઓછો ગરમ કે વધુ ગરમ નહીં પણ મધ્યમસર રહેવો જોઈએ. પછી એમાં લોટ રેડી ને બિલકુલ ગભરાયા વગર વિડીયો માં બતાવ્યા મુજબ હાથથી ગોળ ફરાવીને રોટલો બનાવવો, પછી થોડું પાણી લગાવી દેવું, થોડી જ વારમાં રોટલો શેકાય જાય એટલે ચલેઠો લઈને ગોળ ફરતે thi ધીમે ધીમે ઊંચકી કાઢી રોટલો ફેરવી બીજી બાજુથી શેકાવા દેવો. રોટલો શેકાય જાય એટલે ચલેઠા થી ઉતારી લેવો. જો તમે પહેલી વાર શીખશો તો શરૂઆતમાં રોટલા બરાબર બનશે નહીં પણ થોડા સમયમાં એકદમ પરફેક્ટ રોટલા બનાવતા આવડી જશે.#riceroti#adivasiculture#dhodia#dhodiya#chokhanorotlo#tribalfood#adivasifood#tribalrecepies #adivasirecepie
