દેવ સૂતી અગિયારસ
આદિવાસી સમાજના દરેક પર્વ ખેતી આધારિત અને આખા વર્ષના પ્રકૃતિ ચક્ર સાથે ગોઠવાયેલા છે, અને એમાં આવે છે દેવ સૂતી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસ તો ચાલો જાણીએ આદિવાસી સમાજનો આ બંને દિવસ અંગે નો વૈજ્ઞાનીક અને તાર્કિક દ્રષ્ટિકોણ.


👉🏻 દેવસૂતી અગિયારસ એટલે આ દિવસ સુધીમાં દેવ રૂપી અનાજ જમીનમાં રોપી દેવાય એટલે દેવ સુઈ ગયા કહેવાય જે ચોમાસામાં રોપણી પૂરી કરી દેવામાં આવે એ સમય અને દેવ ઉઠી અગિયારસ એટલે દેવરૂપી અનાજ તૈયાર થઈ જાય અને કાપી લેવામાં આવે એટલે દેવ ઉઠી ગયા કહેવાય છે, ચોમાસા બાદ ધાન્ય ખેતરમાંથી કાપી લેવામાં આવે, જેમાં પહેલા હલકું ધાન્ય કાપવામાં આવે જે વહેલું પાકી જાય અને પછી ભારે ધાન્ય જે મોડું પાકે છે. દેવ ઉઠી અગિયારસ એટલે કે આ મહિનાની આ અગિયારસ સુધીમાં તમામ ધાન્ય ખેતરમાંથી કપાઈ ચૂક્યું હોય છે, એટલે કે દેવ ઉઠી ગયા.🌾
👉 આ બંને દિવસો વચ્ચેનો લાંબો સમય ગાળો એટલે ચોમાસાનો સમય જેમાં વરસાદ ઘણો આવે , નિંદામણ કરવાનું વગેરે કામ હોય છે.
👉 દિવાળી ના સમય દરમિયાન દેવ ઉઠી અગિયારસ આવે એટલે કે અનાજકાપી ને તૈયાર થઈ જાય છે અને જુદા જુદા આદિવાસી વિસ્તારોમાં આજ અનાજ રૂપી દેવ ને લગતા પર્વ એટલે કે દેવ / માવલી વગેરે રાખવામાં આવતા હોય છે, ચોમાસુ ખેતીના કામો પણ પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ શિયાળુ પાક ની વાવણી થઈ જાય છે તેમજ હોળી સુધીમાં એ પાક પણ ખેતરમાંથી લેવાય જાય છે.
ચોમાસુ અને શિયાળુ પાક પૂર્ણ થઈ જતા લગ્ન કે બીજા કાર્યો કરવા સરળ થઈ જતા હોય છે, વળી ખેતીના કામ કરવાના હોય એ વખતે સમય હોતો. નથી તેમજ ચોમાસામાં ગામમાં લગ્ન કરવા જાય તો મંડપ બાંધવો, લોકોને જમાડવા ,જાન લઈ જવી વગેરે માં વરસાદ ને લીધે ખુબજ અડચણ પડે એટલે આ “ક સમય” કહેવાય એટલે કે “ક મુરત” એટલે કે આવા કાર્યો કરવા માટે નો યોગ્ય સમય નથી,
એજ મુજબ શિયાળામાં પણ શિયાળુ પાક ને કારણે સમય મળતો નથી ખેતરો ખાલી રહેતા નથી આથી જ આ સમય “ક મુરત” કહેવાતો જે એક વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક દ્વષ્ટિકોણ આધારિત કહેવાય, જેથી આદિવાસી સમાજ ક્યારેય “ક મુરત” ની અન્ય કોઈ માન્યતામાં માનતો નથી.
હાલની પરિસ્થિતિ અલગ છે, જેઓ ખેતી કરતા નથી અને એમની પાસે સમય હોય તો આજે ઘણી સગવડ છે , છત્રી, રેઇન કોટ અને મેરેજ હોલ બધે જ છે એટલે ચોમાસાના કે શિયાળાના *”ક-મુરત”* ના સમય દરમિયાન પણ લગ્ન કરી શકાય છે.
લગ્ન પ્રસંગો માં જવા માટે વાહનોની પૂરતી સગવડ પણ છે, આથી, *ક મુરત* ને કોઈ પણ શુભ અશુભ વાતો સાથે લાગતું વળગતુ હોતું નથી, દેવ સુઈ જાય અને દેવ ઉઠે એ જમીનમાં અનાજ રોપવું અને પાક તૈયાર થઈ જતા કાપી લેવું એજ છે, એનાથી વિશેષ કંઈ નથી, માટે *”ક-મુરત”* અન્ય અશુભ માન્યતામાંથી મુક્ત થાઓ, પ્રકૃતિ સાથે જીવો, પ્રકૃતિનું રક્ષણ કરો.😊🌾🌿

You’ve managed to capture something ineffable — your words touch a place that logic alone cannot reach.