મિત્રો આજની પોસ્ટ છે આદિવાસી સમુદાયના હરાદના ઉજવણા વિશેની…
આદિવાસી સમુદાયના દરેક ઉજવણા ખેતી(ધાન્ય/અનાજ/શાકભાજી) સાથે જોડાયેલા છે, બીજી રીતે કહીએ તો બધા ઉજવણા પ્રાકૃતિક દૃષ્ટિકોણ આધારિત છે જેમાં કોઈ વધ-હત્યા-વિજય- પરાજયની કથા નથી આવતી.
હરાદની ઉજવણી વિવિધ આદિવાસી સમુદાયના અલગ અલગ કબીલા-વિસ્તાર મુજબ થોડો ફેરફાર જોવા મળે છે પરંતુ મૂળ હેતુ એકજ છે.
જ્યારે ચોમાસું પડે ત્યારે આદિવાસી સમુદાયના દરેક ઘરે લોકો દેશી વેલા વાળા શાકભાજી રોપે જે વિવિધ પ્રકારના આવે છે, જેમકે કાકડી,કોળા, ચીભડાં વગેરે, તો આ દરેક શાકભાજીના બીજ એમની પાસે પરાપૂર્વથી પૂર્વજો પરથી મળ્યા હોય છે. એટલે કે તેમણે આજદિન સુધી સાચવી મૂક્યા હતા અને એ આજે રોપીને અમે આજે આ શાકભાજી ખાઈ શકીએ છીએ.
હવે, જો આ બીજ જ ના હોત તો ? આજે આપણે આવા શાકભાજી ખાઈ શકીએ શક્યા ના હોત! એટલે સૌથી પહેલો આભાર આપણા પૂર્વજોનો એમ દરેક આદિવાસી સમુદાય માને છે જેથી પૂર્વજોના ખતરા બેસાડેલા હોય ત્યાં તેમને આ વિવિધ શાકભાજી અર્પણ કરી એમનો આભાર માનવામાં આવે છે કે તમારા થકી અમે આજે આ શાકભાજીઓ ખાઈ શકીએ છીએ.
વિવિધ આદિવાસી સમુદાયના કબીલાઓના વિસ્તાર/જમીન/ખેતી મુજબ પૂર્વજોનો આભાર માનવાની ઉજવણાંની રીત થોડી બદલાય અને કબીલાની ભાષા મુજબ નામ ઉચ્ચારણમાં પણ વિવિધતા જોવા મળે છે.
આમ, આદિવાસી સમુદાયના ઉજવણાં પ્રાકૃતિક-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારિત હોય છે.
નૌંધ : અમારા લેખને અમારી પરમિશન વગર કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરવું નહીં, તમે અમારા વેબસાઈટની લીંક મારફ્તે એને શેયર કરી શકો છો.
