રતનગઢને (મરાઠી: रतनगड) એ રતનવાડી, મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલો એક કિલ્લો છે, જે ભંડારદરા નજીક આવેલો છે. આ કિલ્લો પ્રવરા/અમૃતવાહિની નદીનું મૂળ છે. આ નદી પર ભંડારદરા ડેમ બાંધવામાં આવ્યો છે.



લગભગ સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી રતનગઢ ફૂલોથી ઢંકાયેલો હોય છે. આથીજ, રતનગઢને સહ્યાદ્રીઓનું રત્ન પણ કહેવામાં આવે છે. અહીં દર વર્ષે પીળા રંગના સુંદર મઝાના સોનકી ફૂલો ખીલે છે તેમજ દર ૮ વરસે ખીલતા કારવીના ફૂલો પણ અહીં ખીલે છે, આવા સમયે અહીં આવે એટલે એવું ફીલ થાય કે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા. આથી આ કિલ્લો ટ્રેકિંગ કરનારાઓનો ફેવરિટ છે.



રતનગડમાં એક કુદરતી શિખર છે જેમાં ટોચ પર પોલાણ છે જેને ‘સોયની આંખ’ કહેવામાં આવે છે. કિલ્લા પર ઘણા પથ્થર કાપેલા પાણીના કુંડ છે. તેમાં આખા વર્ષ દરમિયાન જરૂરી પાણીનો સંગ્રહ ચોમાસામાં થઈ જાય છે.


કિલ્લાની ટોચ પરથી પડોશી કિલ્લાઓ જેવા કે અલંગ, કુલંગ, મદન ગઢ, હરિશ્ચંદ્રગઢ, પટ્ટા સરળતાથી જોઈ શકાય છે. સમગ્ર ભંડારદરા ડેમનો નજારો ખૂબ જ આનંદદાયક છે.

કિલ્લાની પૂર્વ બાજુએ બે ગુફાઓ છે, જેનો ઉપયોગ રાત્રિ રોકાણ માટે થઈ શકે છે. આ કિલ્લાની મુલાકાત વર્ષના કોઈપણ ભાગમાં લઈ શકાય છે, જોકે સપ્ટેમ્બર-ઓક્ટોબર ફૂલો ખીલવાનો સમય છે એટલે એ સૌથી શ્રેષ્ઠ સમયગાળો છે.



રતનવાડીનું અંતર ઈગતપુરી થી ૫૬ કિલોમીટર, લગભગ ૨ કલાકનો સમય લાગે છે. પોતાનું વાહન હોય તો તમે ઝડપી પહોંચી શકો છો. રતનવાડી ખાતેનું મુખ્ય આકર્ષણ અમૃતેશ્વર મંદિર છે, જે તેની કોતરણી માટે પ્રખ્યાત છે, જે લગભગ આઠમી સદીનું મનાય છે.
કિલ્લા સુધી પહોંચવા માટે બે મુખ્ય માર્ગો છે. એક માર્ગ સામરાદ ગામથી અને બીજો રતનવાડી ગામથી શરૂ થાય છે. રતનવાડીથી ટ્રેકનો માર્ગ સૌથી સરળ છે, તે પ્રવરા નદીના ઉત્તરી કિનારે ગાઢ જંગલમાંથી પસાર થાય છે, વન વિભાગ દ્વારા બાંધવામાં આવેલી લોખંડની સીડીઓ દ્વારા અંતિમ ચઢાણ હવે બની ચૂક્યું છે.



રસ્તામાં સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા ટ્રેકર્સ માટે ચા, નાસ્તો, લીંબુ શરબત નાની ઝુંપડીઓ પણ છે.
સામરાદ ગામથી ટ્રેકનો માર્ગ ખૂબ જ મુશ્કેલ છે, તે ત્ર્યંબક દરવાજા સુધી પહોંચે છે. કિલ્લાના શિખરની આસપાસ ફરતો રસ્તો લઈને આખો કિલ્લો જોઈ શકાય છે. કિલ્લા પરની ગુફામાં રાત્રિ રોકાણ કરી શકાય છે.














- ઊંચાઈ : 4,255 ft (દરિયાના લેવલથી)
- સમય : 5 કલાક
- ટ્રેકનો પ્રકાર : મિડિયમ
- બેઝ વિલેજ : સામરદ /રતનવાડી
- બેસ્ટ ટાઈમ : જૂનથી નવેમ્બર
જો તમને અમારી માહિતી ગમી હોય તો તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેયર કરજો.
નૌંધ : અમારા લેખ્નને અમારી પરમિશન વગર કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરવું નહીં, તમે અમારા વેબસાઈટની લીંક મારફ્તે એને શેયર કરી શકો છો.
